Fredapost

Fresh Reads For All

ભારતની મહિલાઓ સેક્સ ટેક્સ્ટિંગ અને ડેટિંગ માટે કરે છે મોબાઈલ એપ ઉપયોગ. : રિપોર્ટ

ભારતમાં સ્માર્ટફોનના કરોડો વપરાશ કર્તા છે, પરંતુ આ વરરાશ કર્તા સ્માર્ટફોનનો વપરાશ શેમાં કરે છે તે ખુબ મહત્વનું છે. આવું જ એક ચોંકાવનારું તારણ સામે આવ્યું છે એક રિપોર્ટમાં. જે રિપોર્ટમાં જણાવ્યુ છે કે ભારતમાં 19 ટકા મહિલાઓ એપ્લિકેશનનો ઉપયોગ ડેટીંગ પાર્ટનર શોધવા કરે છે. ટુંકાગાળા માટે કે લાંબાગાળા માટે મહિલાઓ શોધતી પાર્ટનર શોધતી હોય છે. આવું માત્ર ભારતમાં જ છે એવું નથી ભારતમાં 19 ટકા મહિલા ડેટીંગ પાર્ટનર શોધવા ઉપયોગ કરે છે તો દુનિયામાં 21 ટકા મહિલાઓ પાર્ટનર શોધવા એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ સર્વેમાં સામે આવેલી એક વિગત તો એવી છે જે તમને ચોંકાવી દેશે.

આ સર્વેના અભ્યાસ બાદ બહાર આવેલા અહેવાલમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે ભારતમાં 62 ટકા મહિલાઓ પોતાના મોબાઈલ પરથી સેક્સ ટેક્સટિંગ કરવાનો ઉપયોગ કરે છે. જેમાં સેક્સી ફોટા અને મેસેજ બંને સામેલ છે. ઈન્ટરનેશનલ રિસર્ચર સ્ટડી કરતા રૂચીકા ઉનિયાલના અહેવાલ પરથી આવી ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બાબતનો અહેવાલ ગુજરાતી અખબારની વેબસાઈટ પર પણ પ્રસિધ્ધ થયો છે.

સામેલ કરવામાં આવી હતી. આ મહિલાઓને અભ્યાસ માટે ઓનલાઈન પ્રશ્ન પુછી જવાબો મેળવવામાં આવ્યા હતા. આ જવાબોના આધારે સંશોધન કરવામાં આવ્યા હતા. અભ્યાસ પરથી મળેલા તારણો જર્નલ પ્લસ વનમાં બહાર પાડવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ભારતની 23,039 મહિલાઓ સામેલ કરવામાં આવી હતી.

આ અભ્યાસમાં મહિલાના ઉંમરને ધ્યાને લેતા જાણવા મળે છે કે 21 થી 24 વર્ષની તરૂણીઓ મોબાઈલ એપનો ઉપયોગ વધારે કરે છે. આંકડાની જો વાત કરીએ તો 4362 મહિલાઓ એ વાતનો સ્વિકાર કર્યો કે તે એપ્લિકેશન થકી સેક્સ પાર્ટનર શોધે છે, આ મહિલાઓમાં 18 થી 54 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ છે, જે 19 ટકા કહેવાય. જ્યારે 21 થી 24 વર્ષની તરૂણીઓ ડેટીંગ માટે એપ્લિકેશનનો ઉપયોગ વધારે કરતી હોય છે, જેમાની 29 ટકા એ જણાવ્યું કે તે માત્ર ઉપલક આનંદ માટે જ પાર્ટનર શોધતી હોય છે. શોર્ટ ટર્મ એટલે કે ટુંકાગાળાની રીલેશન શીપ માટે 44 ટકા મહિલા પાર્ટનર શોધતી હોય છે, જ્યારે 37 ટકા મહિલાઓ લાંબા ગાળાના પાર્ટનર શોધતી હોય છે. અને 62 ટકા મહિલા સેક્સ ટેક્સટ મોકલતી હોવાની વાત સ્વિકારે છે.

આ સાથે આ તારણમાં એવી પણ જાણકારી મળી કે જે દેશમાં મહિલાઓ સાથે લૈગિંક અસમાનતાનો દર વધારે છે તે દેશોમાં સેક્સ પાર્ટનર શોધવા સ્માર્ટફોનની એપ્લિકેશનનો ઉપયોગ ઓછઓ કરાય છે, જ્યારે તેવા દેશની અન્ય કરતા 4 ગણા વધારે સેક્સ ટેક્સટિંગ અને સેક્સિ તસવીરો માટે એપ્લિકેશનનો ઉપયોગ વધારે કરે છે.

Leave a Reply