Fredapost

Fresh Reads For All

ખેડૂતો માટે આવી ગઈ ખુશખબર : આ મશીન પાકમાં ભેજ જમીનની ખારાશ અને દવાની કરશે આગાહી

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે . દેશના ખેડૂતો પાક ઉત્પાદન કરે છે પણ જો તેમને હવામાન અને ખેતીને લગતી પૂરતી માહિતી ટેકનોલોજી સાથે મળે તો તેઓ હજુ વધારે ઉત્પાદન કરી શકે છે આ શબ્દો છે નિરમા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના પૂર્વ ટુડન્ટ હર્ષ અગ્રવાલના . હર્ષ કહે છે કે , મારા છેલ્લાં વર્ષના અભ્યાસ દરમિયાન ૫૦ દિવસની ઇન્ટર્નશિપ માટે અમને ગાંધીનગરના અમરાઇપુર ગામમાં ગયા હતા . ગામમાં ગયા પછી ખેડૂતો અને પ્રકૃતિને જોવાનો આનંદ અમારા માટે નવો હતો .

જે ખેડુતને પાક ઉત્પાદન અને હવામાન વિશેની અપૂરતી માહિતીના અભાવ છે મોટી સમસ્યાઓ વેઠવી પડે છે આ સ્થિતિ જોઇને ઘણું દુઃખ થયું અને મારી મિત્ર નિકિતા તિવારીએ ખેડૂતોની સ્થિતિને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો હતો .

ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થાય તે માટે પાકમાં કેટલા પ્રમાણમાં ભેજ , જમીનની ખારાશ , તાપમાન , દવાનો છંટકાવ તેમજ વરસાદના અનુમાન વિશેની માહિતી મળે તે માટે ઇસરો સાથે મળીને સ્માર્ટ સેન્સર ફોર હાઇડ્રોલોજી એન્ડ લેન્ડ એપ્લિકેશનની મદદથી ‘ શૂલ ‘ ડિવાઇસ તૈયાર કર્યું છે . આ ડિવાઇસ જમીનના વિવિધ પરિબળોની ચોકસાઇ સાથેની એડવાન્સ માહિતી આપવાનું કામ કરે છે

મોબાઇલથી પાકની માહિતી મળી શકશે

ખેડૂતને પાક તૈયાર કરવામાં જેટલો ખર્ચ ઓછો થાય તો વધુ નફો રળી શકે છે . ખેડૂતોની અણસમજને લીધે પાકમાં બિનજરૂરી દવાનો છંટકાવ કરીને નાણાંનો ખોટો ખર્ચ કરે છે જેનાથી પાકની સાથે પોતાના શ્રમનો વ્યય થાય છે . આવા સમયે આ ડિવાઇસ ખેતીના પાકની પૂરતી માહિતી આપતું હોવાથી સમય , નાણાં અને શ્રમનો બચાવ કરી ઉત્પાદનમાં વધારો કરી શકે છે .

ખેડૂત ખેતરમાં ઊભા રહેલા પાકમાં કેટલા પ્રમાણમાં અને ક્યારે પાણીની જરૂરિયાત છે તેની એડવાન્સ માહિતી ડિવાઇસ આપે છે . તે મોબાઇલથી કનેક્ટ કરી શકાય છે . જ્યારે ખેડૂત ખેતરમાં જઇ શકે તેમ નથી ત્યારે ખેતીના પાકની અને અચાનક ફેરફાર થતા વાતાવરણની માહિતી આપે છે. આમ, સમય , નાણાં અને શ્રમનો બચાવ થાય છે

Leave a Reply