Wed. Apr 21st, 2021

  

        નમસ્કાર ખેડુત મિત્રો, ગુજ્જુપોસ્ટમાં આપનુ સ્વાગત છે.

   હમણાજ થોડા દિવસો અગાઉ ગુજરાત સરકાર દ્વારા ખેતર ફરતે કાંટાળી વાડ માટેની યોજના ની શરતોમા કેટલીક મર્યાદાઓને ઓછી કરેલ છે, જેની ચર્ચા પણ ખેડુત મિત્રોમાં ઘણી જોવા મળેલ અને આ માટેની અરજી ક્યારે ચાલુ થશે અને આ માટે શુ શુ શરતો હશે તે જાણવા કેટલાય ખેડુત મિત્રોના ફિડબેક અમને અમારી વેબસાઇટ ફ્રેડાપોસ્ટ પર મળેલ. જે હેતુસર અમે લાવ્યા છિએ આજે આ યોજના અંગેની થોડીક માહિતિ જે તમને ખરેખર ઉપયોગી સાબીત થશે.

યોજનાનુ પુરુ નામ

વન્ય પ્રાણીઓ દ્વારા ખેડુતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડના કાંટાળા તારની વાડની યોજના

યોજના ની માહિતી

આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબક્કામાં ચુકવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ ૫૦% સહાયની( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) ચુકવણી કરવામાં આવશે.

જ્યારે બીજા તબક્કાની ચુકવવા પાત્ર ૫૦% સહાય ( રૂ. ૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે) સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ લોકેશન ટેગીંગ સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવણી કરવામાં આવશે . તથા આ યોજનાનો લાભ આજીવન માત્ર એક વાર લઇ શકાશે જે નોંધનીય છે.

તારની વાડ માટેના સ્પેસિફિકેશન્શ

  • થાંભલા ઉભા કરવા માટેના ખાડાનુ માપ : ૦.૪૦ * ૦.૪૦ * ૦.૪૦  મિટર
  • થાંભલાની સાઇઝ : ( સિમેંટ કોંક્રિટના પિટ્રેસ્ડ અને પ્રિકાસ્ટ થાંભલા , અપ્રુવ્ડ ક્વોલીટીના, ઓછામાં ઓછા ચાર તાર વાળા અનએ મિનિમમ ડાયામીટર ૩.૫૦ એમ.એમ )                 ૨.૪૦ * ૦.૧૦ * ૦.૧૦ મિટર
  • બે થાંભલા વચ્ચેનુ ઓછામાં ઓછુ અંતર ૩ મીટર
  • દર પંદર મિટરે સહાયક થાંભલા બંને બાજુ મુકવાના રહેશે, તેનુ માપ/સાઇઝ મુળ થાંભલા મુજબ જ રહેશે
  • થાંભલાના પાયામાં ૧ સિમેંટ : ૫ રેતી : ૧૦ કાળી કપચી મુજબ સિમેંટ કોંક્રિટની પાયામાં પુરાણ કરવાનુ રહેશે.
  • કાંટાળા તાર ( Barbed Wire) માટેના લાઇન વાયર તથા પોઇંટ વાયરના મિનિમમ ડાયામિટર ૨.૫૦ એમ.એમ. વત્તા-ઓછાનુ પ્રમાણ ૦.૦૮ એમ.એમ રહેશે, કાંટાળા તાર આઇ.એસ.આઇ માર્કાવાળા, ગેલ્વેનાઇઝડ, ડબલ વાયર અને જી.આઇ.કોટેડ હોવા અનિવાર્ય છે.

અરજી કઇ રીતે કરી શકાશે ?

અરજી કરવા માટે આપના ગ્રામ પંચાયત વિલેજ કોમ્પ્યુટર એંટરપ્રિનિયોર ( VCE ) અથવા સાયબર કાફે માં જવાનુ રહેશે.

અરજી માટેની સમય મર્યાદા

તારિખ : ૩૦/૧૨/૨૦૨૦ થી  ૩૧/૦૧/૨૦૨૧  સુધી આપની અરજી સ્વિકારી શકાશે.

   આ અંગેના અન્ય પ્રશ્નો જે સમજવામાં આપ મુંઝવણ અનુભવતા હોય તે આપ નીચેના કોમેંટ બોક્સમાં જણાવી શકો છો, જેથી અમારી પેનલ બને ત્યા સુધી આપના પ્રશ્નો નુ નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે.


By Mr.Rex

Leave a Reply